જન્મ…
જન્મ કોઇ બાળક નો નહિ માતાનો થાય છે.
ત્યારે એ સ્ત્રી જોડેએક પિતાને જન્મ આપે છે.
જયારે તમને કોઇ પણ સમજીને સંભાળે છે,
ત્યારે જ એક સાચા મિત્ર નો જન્મ થાય છે.
જયારે કોઈ શીખવાડીને લક્ષ તરફ દોરે છે,
ત્યારે જ એક શિક્ષક નો જન્મ થતો હોય છે.
જયારે જીવનમાં નવું અનુભવી જતા હોવ,
ત્યારે એક વિધૉથી નો જન્મ થતો હોય છે.
બીજાને કંઈક રીતે નુકસાન પહોચાડી જવાય,
તો સમજવું એક રાક્ષસ નો જન્મ થયો છે.
જયારે સ્વાથી બનીને પોતાના માટે જીવીએ,
ત્યારે ખુદનો જન્મ થયો છે એમ માનવું.
જયારે બીજાના માટે સારી ભલાઈ થાય છે.
ત્યારે એક માનવનો જન્મ થયો એમ માનવું.
જયારે બાળક પોતાના માબાપ ને સાચવે છે.
ત્યારે જ પુત્ર કે પુત્રીનો જન્મ થતો હોય છે.
જયારે કોઈ પોતાના ભાઇ કે બહેનને સાચવી લે,
ત્યારે જ સ્વજનનો જન્મ થયો એમ માનવું.
બાકી કોઇના કામમાં ન આવેને પહોંચાડે દુખ,
તો માનવું પૃથ્વી પર એક બોજ નો જન્મ થયો..