ચૌદ પ્રયાગ : ૩ રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની)
રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિનીનો સંગમ થાય છે. શહેર પર્વતની ખીણમાં વસેલું છે. ત્યાં પોસ્ટઑફિસ, દવાખાનું, ધર્મશાળા, હાઈસ્કૂલ, સંસ્કૃત કન્યાપાઠશાળા તેમજ ડાકબંગલો છે. અલકનંદા પરનો પૂલ પાર કરીને મંદાકિનીને કિનારે કિનારે જતા માર્ગે કેદારનાથના યાત્રીઓ આગળ વધે છે.રુદ્રપ્રયાગથી જ બે રસ્તા પડે છે એક રસ્તો કેદારનાથ જાય છે જયારે બીજો રસ્તો બદ્રીનાથ જાય છે શિવાલિકની રમણીય પહાડીઓ, કંદરાઓ અને નીચે ખીણમાં વહી જતી મંદાકિનીનું સૌંદર્ય માણતાં અમે રુદ્રપ્રયાગથી આગળ અનેક જોવા લાયક સ્થળો છે
રુદ્રપ્રયાગ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાંચલ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. રુદ્રપ્રયાગ જિલ્લા નું મુખ્ય મથક છે.હૃષીકેશથી રુદ્રપ્રયાગ સુધી, ને ત્યાંથી કેદારનાથના ગૌરીકુંડ સુધી મોટરો જાય છે.રુદ્રપ્રયાગથી કેદારનાથનો માર્ગ ૪૮ માઈલનો માર્ગ છે