ચોરાફળી
સામગ્રીઃ
૪ વાટકી ચણા ની દાળ
૧ ચપટી ખારો
મીઠું
અટામણ માટે મેદો
એક વાટકી અડદ ની દાળ
એક ચમચી ઠરેલું ઘી
સંચળ
લાલ મરચું
રીત:
બંને દાળ ભેગી કરી દળી લો તેમાં ખારો તથા ઘી અને થોડું મીઠું નાખી કઠન લોટ બાંધો, લોટ ને કચડી લો પછી તેલ પાણી વાળો હાથ કરી લોટ ને વારંવાર ખેચી તથા લાંબા રોલ બનાવી લોવા કાપી લો એક ચમચી તેલ નાખી લોવા રગદોળી લો અટામણ લઇ પાતળી રોટલી વણી લો તેમાં વચ્ચે કાપા પડી તળી લો. પછી ગરમ ગરમ ચોરાફળી પર સંચળ તથા મીઠું ભભરાવી પરોશો.