ચટપટા કારેલાં
સામગ્રી – કારેલાં ૨ કપ (પાતળી ગોલ સ્લાઈસમાં કાપેલાં), પાતળી લાંબી ડુંગળી ૧ કપ,લાલ મરચું ૨ ટી સ્પૂન, જીરા પાવડર ૨ ટી સ્પૂન , આમચૂર પાવડર ૧ ટી સ્પૂન, વરિયાળી અધકચરી વાટેલી ૧/૨ ટી સ્પૂન, મીઠુ અને ખાંડ સ્વાદમુજબ, તેલ તળવા માટે.
બનાવવાની રીત – ૧ ટી સ્પૂન મીઠુ મિક્સ કરેલી કારેલાની સ્લાઈસ ૧૦-૧૫ મિનિટ સુધી રાખી મુકો. પછી બંને હાથોથી દબાવી તેનુ પાણી કાઢી નાખો. તેલ ગરમ કરીને તેમા ડુંગળી સોનેરી થતા સુધી તળી લો. પછી કારેલાના સ્લાઈસ પણ સોનેરી થતા સુધી તળી લો.
તળેલી ડુંગળી અને કારેલાને ગરમ સ્લાઈસ પર લાલ મરચું, જીરુ અને વરિયાળી પાવડર, આમચૂર, મીઠુ અને વાટેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી દો. ક્રંચી કારેલા ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.