ચંન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય લેખકોમાંના એક છે. તેમનો જન્મ પાલનપુર ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો. તેમના કુટુંબમાં તેમની પુત્રી રીવા અને પત્ની બકુલા (જેઓ તેમનાપહેલા અવસાન પામ્યા ) હતા. વ્યવસાયે તેઓએ વેપારથી શરૂઆત કરી અને ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાન વિષયોમાં મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે અધ્યયન કાર્ય કર્યુ હતું, ત્યારબાદ તેઓ વિવિધ સામયિકોમાં લેખ લખતા હતા.
કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું. ૧૯૬૯માં તેઓ મુંબઇમાં સ્થાયી થયા અને ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાનના અધ્યાપક તરીકે ૧૯૭૦થી ૧૯૮૦ સુધી તેઓ મીઠીબાઈ કૉલેજ તથા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં કાર્યરત રહ્યા. તેઓ યુનિવર્સિટીમાં સેનેટના સભ્ય હતા. ૧૯૮૦–૮૨ સુધી તેઓ મુંબઈની એલ.એસ. રાહેજા આર્ટ્સ અને કોમર્સ કૉલેજના પ્રિન્સિપાલ પદે રહ્યા અને ત્યાંથી નિવૃત્ત થયા. ૧૯૯૯માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની મુંબઈના શેરીફ પદે નિમણૂક કરવામાં આવી હતી. બક્ષીની કલમ ક્યારેય ન અટકી, અમદાવાદમાં સ્થાયી થયા ત્યારેય સતત લખવાનું ચાલુ રાખ્યું.
તેમનો ખરચબડો ચહેરો અને ધારદાર કલમ કદાચ આટલું પુરતું છે ચંદ્રકાંત બક્ષીને ઓળખવા માટે, પણ છતાં ય ઓછું છે છતાં ય બક્ષી બરછટ નહોતાં, તે લાગણીનો અર્ક અંગારાની માફક વાચકની આંખ સામે ધરી દેતા.
૨૫ માર્ચ, ૨૦૦૬ ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.૨૬ એલિ ૨૦૦૮ ના રોજ શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ, રાજકોટ દ્વારા ચંદ્રકાંત બક્ષીનાં જીવન પર બેડીવીડી બહાર પાડવામાં આવ્યો છે.