આ ૭ ઘરેલુ ઉપચાર દૈનિક જીવનમાં ખુબજ જરૂરી છે
૧ તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી ઍસિડિટી મટે છે.
૨ જીરાનું ચૂર્ણ ખાવાથી આંખોની ગરમી દૂર થાય છે.
૩ શિયાળામાં કૌંચાપાક બળવર્ધક છે.
૪ અઠવાડિયામાં એક વખત ૧૫ થી ૨૦ મિનિટ ધ્યાનમાં બેસો. પોતાના મનનાં વિચારોને પારખો. આપણી અડધી ઉપાધિ માનસિક હોય છે. તેનો રામબાણ ઈલાજ ધ્યાન છે.
૫ દ્રાક્ષના સેવનથી પેટની ગરમી દૂર થાય છે તેમજ પેટ સાફ થાય છે અને આંખોનું તેજ વધે છે.
૬ નહાવાનાં પાણીમાં ખસ કે ગુલાબજળ નાખીને નહાવાથી શરીરમાં ઠંડક લાગશે.
૭ મન ખૂબ સ્ટ્રેસમાં હોય તો ઊંડા શ્વાસ લો જેથી મન હળવું બનશે.