તળાજા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં આવેલું એક નગર છે, જે સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી અને તળાજી નદીને કાંઠે વસેલું છે.
તળાજા ગુજરાતના જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. પાછળથી તેઓ જુનાગઢમાં સ્થાયી થયા હતાં. પ્રાચિનકાળમાં તળાજા તાલધ્વજ નામથી પણ ઓળખાતું હતું.
જૈન મંદિરો ઉપરાંત તેમાંની અત્યંત પ્રાચીન બૌદ્ધ ગુફાઓ. તે જોઈને હવે નજીકના જ સમુદ્રતીરે જઈએ ગોપનાથ. ગોપનાથ મદિર જયા નરસિંહ મહેતા કૃષ્ણલીલાનું સાક્ષાત દર્શન થયેલું.દરિયાકાંઠે રમણીય સ્થળ ને પ્રાચીન- સ્થાન પણ જીર્ણોદ્ધારિત એટલે નવું લાગતું વિશાળ શિવાલય. હવે તો સરકારી ગેસ્ટહાઉસ પણ છે. શરદપૂર્ણિમાની રાતે આ ગોપનાથના સાગરતટે ફરીશું. કાંઠાની રેત અને ખડકો પર પથરાતાં સમુદ્રના મોજાં પર ચમકતી ચાંદની જોઈશું. ગોપનાથને સમંદરતીરે અને હવે તો મહુવા-ગુજરાતનાં સંત મોરારીબાપુને કારણે પણ ઘણું જાણીતું બન્યું છે. આ વિસ્તારનું જ મજાદાર ગામ એટલે કવિ દુલા કાગનું ગામ !
આ યાત્રાધામમાં શિવમંદિર ઉપરાંત શ્રી નૃસિંહ ભગવાન અને શ્રી રાધા-કૃષ્ણ મંદિર તેમજ શ્રી મહાકાળી માતાનું મંદિર અને ગાયત્રી મંદિરની સાથે શ્રીજી મહારાજનાં પગલાં સ્વરૂપે શ્રી સ્વામિનારાયણ પ્રાર્થના મંદિર તથા ભક્ત મંડળીનું પણ સ્થાનક છે. અહીં વૈષ્ણવ, શિવ અને શક્તિ સંપ્રદાયના તહેવારો ભક્તિપૂર્વક ઊજવાય છે. બપોરે ૧૨ વાગે ને સાંજે ૭ વાગે ‘હરિહર પ્રસાદ‘ માટે સાદ પડાય છે અને ચોર્યાસીનું આયોજન થાય છે. શ્રાવણ માસના છેલ્લા ત્રણ દિવસોમાં ભાદરવી અમાસના નામે ઓળખાતા ભવ્ય લોકમેળાનું આયોજન પણ થાય છે. શ્રી ગોપનાથજી મંદિરમાં વાર્ષિક આશરે છથી સાત લાખ યાત્રાળુઓની અવરજવર થાય છે. તો શ્રાવણી ઉત્સવો મહા ધામધૂમથી વેદધ્વનિના મંત્રોચ્ચાર સાથે પૂજાપાઠથી પ્રસાદ સાથે ઊજવાય છે.