સામગ્રી :
દેશી ગુલાબની પાંખડી ૨૫૦ ગ્રામ,
સાઇટ્રીક એસીડ ૩ ગ્રામ,
ખાંડ ૪૦૦ ગ્રામ.
બનાવવાની વિધિ :-
ગુલાબ પાંદડી તોડીને અલગ કરો અને તેને સાફ પાણી વડે ધોઇ લો. પછી તેને કોરી ખાંડી લો. ત્યાઅરબાદ તેમાં ખાંડ ભેળવીને ઊંડી થાળીમાં રાખીને તેને ખૂબ મસળો. જેથી ગુલાબની પાંદડીમાં ખાંડ સરખી રીતે ભળી જાય. તેને પીસી લો. તો પણ ચાલશે. ત્યા રબાદ તેમાં સાઇટ્રીક એસીડ ભેળવીને આ મિશ્રણને એક પહોળા મોઢાવાળી કાચની શીશીમાં ભરીને તેજ તાપે તડકામાં ૧૦ થી ૧૫ દિવસ સુધી રાખો. તેમાં વચ્ચેર વચ્ચે હલાવતા રહેવું. જેથી તે સરખી રીતે ભળી જાય. જયારે ખાંડનું કંદ બની જાય ત્યારે સમજવું કે ગુલકંદ તૈયાર છે.
નોંધ :-
તેનો ઉપયોગ દૂધ, મિલ્ક શેક, ઠંડા પાણીમાં, કે મીઠા પાનમાં નાંખીને મિઠાઇના રૂપે સાદુ ખાવાથી ઘણી શાંતી અને શીતળતા મળે છે. તે બનાવવાનું હોય છે. શિયાળામાં . પરંતુ તેનો ઉપયોગ ઉનાળામાં કરવાથસ લાભ વધુ મળે છે.