ગારીયાધાર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ગારીયાધાર ખાતે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ તાલુકો સંતની ભુમી તરીકે પ્રખ્યાત થયેલ છે. અહીંના લોકો હીરા ઉધોગમાં સુરત શહેર સાથે સંકળાયેલા છે. અહીંનો ભૌગોલીક વિસ્તાર ૪૮૫૦૭ હેકટર જમીનમાં આવેલ છે. ગારીયાધાર તાલુકો ૨૧.૩૨ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૩૫ પૂર્વ રેખાંશ પર આવેલ છે. ગારીયાધારથી જિલ્લા મથક ભાવનગર ૮૦ કી.મી. દુર આવેલ છે.ગારીયાધાર તાલુકામાં આવેલા વિરડી ગામે જગતપીરની પવિત્ર જગ્યા આવેલી છે, જ્યાં ધુળેટીના દિવસે વિશાળ મેળો ભરાય છે. આ મેળામા લાખો શ્રદ્ધાળુ લોકોની ભીડ ઉમટે છે. ગારિયાધાર તાલુકા મા વાલમપીર બાપાની પ્રખ્યાત જગ્યા આવેલ છે. ગારિયાધારમાં દર વષે વાલમપીર બાપાની રથયાત્રા નિકળે છે. ગારિયાધારમાં મોટા ભાગના લોકો હીરા ઉધોગમાં જોડાયેલા છે. ગારીયાધાર તાલુકામાં આવેલુ રુપાવટી ગામ એ સંતશ્રી શામળાબાપાનુ જન્મ સ્થળ છે.