ગાયમાતાની વ્યથા
સ્વર્ગ ભુવનમાંથી ઊતરી હું, નંદ ધેર રહેતી હું, ગોકુલની ગાવલડી…
ખીલેથી છોડી મને ભલે છોડી,મને રઝડતી મેલવી નોતી.હું…
રઝડતી મેલી મને ભલે મેલી,મુંબઈ મોકલવી નોતી.હું…
મુંબઈ મેલી મને ભલે મેલી,મને કરવત કાપવી નોતી.હું…
કરવતે કાપી મને ભલે કાપી,મને સિંડલે ભરવી નોતી.હું…
સુંડલે ભરી મને ભલે ભરી,મને ચુલે ચડાવવી નોતી.હું…
ચુલે ચડાવી મને ભલે ચડાવી,મને ખાવામાં લેવી નોતી.હું…
ખાવામાં લીધી મને ભલે લીધી,મને માં કહેવી નોતી.હું…