સામગ્રીઃ
ગાજર – ૫ નંગ
મીઠું – દોઢ ચમચી
રાઈના કુરિયા – દોઢ ચમચી
મરચુ – એક ચમચી
હળદર – અડધી ચમચી
હિંગ – ચમટી
લીબુનો રસ – ૧ ચમચો
સરસિયું – ૧ ચમચો
રીતઃ
ગાજરને છોલીને તેના ૨ ઇચ જેટ્લા નાના ટુકડા કરવા.
તેને ધીને તેના કોરા કપડામાં સુકવી નાખો.પાણી શોષાઈ જાય એટલે તેને ઉપરના બધા મસાલા બરાબર મિકસ કરી લો.તેમાં ગાજરને નાખી મિકસ કરો.બધુ બરાબર મિકસ થયા બાદ તેને કાચની બરણીમાં ભરી લો.તે કાચની બરણી એક દિવસ માટે સુર્યના તાપમાં મુકી રાખો.બીજા દિવસથી ગાજરનું અથાણૂ તમારા ખાવાને લાયક થઈ જશે.આ અથાણુ ફ્રિજમાં રાખવાથી બે અઠવાડિયા સુધી તે ઉપયોગમાં લઈ શકાય છે.