ઋતુગત ફળો માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચાની ગુણવત્તા માટે પણ ઘણાં સારા હોય છે. તેના વ્યવસ્થિત ઉપયોગથી તમે તમારી ત્વચાને નિખારી શકો છો. માટે ફ્રુટ સ્ક્રબ પણ ઋતુ અનુસાર કરવા જોઇએ. સૌથી મહત્વની વાત તો એ છે કે આ સ્ક્રબને ઘરે જ તૈયાર કરી શકાય છે. તેના માટે તમારે કોઇ ખાસ ઝંઝટ કરવાની જરૂર નહીં પડે. જાણીએ તે બનાવવાની સરળ રીત…
આ રીતે બનાવો ઘરે જ ફ્ર્ટુ સ્ક્રબ –
1. પપૈયાની બી અને મધનું સ્ક્રબ – એક મિક્સરમાં પપૈયાની બીજને બ્લેન્ડ કરી લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી ઘસવાથી ખીલ દૂર થશે અને ગરમીમાં રાહત મળશે.
2. કેળા અને ઓટમીલ સ્ક્રબ – બે ચચમી કેળાનો પલ્પ અને તેમાં એક ચમચી મધ તેમજ જવનો લોટ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ સ્ક્રબને તમારા ચહેરા પર પાંચ મિનિટ માટે લગાવો અને પછી ચહેરો ઠંડા પાણીથી ધોઇ લો.
3. કેરી અને બદામનો સ્ક્રબ – આ સ્ક્રબને તૈયાર કરવા માટે બે ચમચી પીસેલી બદામને અડધા કપ કેરીના પલ્પમાં મિક્સ કરો. ત્વચાને નિખારવા સિવાય તે તમારી ત્વચાને વિટામિન ઈ પણ પૂરું પાડશે. એકવારજો તમારી ત્વચાના છિદ્રો ખુલી જશે તો તેને પોષણ મળવામાં સરળતા રહેશે.
4. કોળું અને ખાંડનું સ્ક્રબ – પાકેલું કોળું લો અને એક મિક્સરમાં તેની પેસ્ટ બનાવી લો. હવે તેમાં બે ચમચી ખાંડ નાંખો. કોળું તમારી ત્વચાને ચમક બક્ષવાની સાથે તેની પરના મૃત કોષોનો નાશ કરશે.