ગણપતિનું વાહન મુષક કેમ છે ?
* મૂષક એટલે ઉંદર.બૃહદ્રારણ્યક ઉપનિષદમાં મૂષક ને અન્તર્યામી બ્રહ્મનું પ્રતીક ગણ્યુ છે.મૂષક ધરની અંદર પ્રવેશીને વસ્તુઓને કેતર્યા કરે છે,પણ ધરમાં રહેતા લોકોને એની જાણ થતી નથી અન્તયામી બ્રહ્મ પણ સૃષ્ટિના સકલ પદાર્થોમાં અન્તર્યામીરૂપે સ્થિર છે,તેઓ જ સર્વના હ્રદયમાં નિવાસ કરી સર્વને ગતિ આપી રહ્યા છે તેમજ તેઓ જ વસ્તુતઃ સૃષ્ટીના ભોગોના ભોકતા છે.
-તેઓ સર્વના શરીરમાં રહેતા હોવા છતાં મૂષકવત ચોરની જેમ ચુપચાપ ભોગોને ભોગવે છે.પરંતુ મોહ, અવિધા અને અજ્ઞાનથી ધેરાયેલ મનુષ્ય એમને જાણતા નથી.
* મૂષક કોઈ પણ પદાર્થના નાના નાના ટુકડા કરી નાખે છે અથવા પદાર્થના પ્રત્યેક ભાગોનું વિશ્ર્લેષણ કરે છે. એ રીતે મૂષક સારાસાર શોધવાવાળી મીમાંસિક બુધ્ધિનું પ્રતીક છે.
* મૂષક દરમાં રહે છે. એ રીતે એ સકળ અજ્ઞાનીમયી શક્તિઓનું પ્રતીક છે અને ગણપતિ તેના પર સવારી કરે છે. એટલે કે ગણપતિનુ પુજન કરનારે માનવતાને ધાતક એવી તમામ શક્તિઓનું નિયંત્રણ કરવું જોઈએ.
* મૂષક કુતર્ક છે એમ પણ કહેવાય છે.કુતર્કને દાબી દેવો જોઈએ.
* મૂષક વિવેચક,વિભાજક,ભેદકારક,વિસ્તારક,વિશ્લેષક બુધ્ધિનું પ્રતીક છે,
* લૌકિક બુધ્ધિવાળા મોહાવૃત જીવના પ્રતીક તરીકે મૂષકને કેટલાક જુએ છે ઉંદરની ચપળતા અને ભોગલોલુપતા જાણીતા છે.તે રાત્રે જ વિહાર કરવા નિકળૅ છે.રાત્રે તે મોહ અને અજ્ઞાનનો સંકેત કરે છે.ગણપતિની સાધના કરનારે મોહ અને અજ્ઞાન પર સવારી કરવી જોઈએ.