ખરો જ્ઞાની કોણ ?
* પોતાને અને પરમાત્માને તેમ જ જીવ અને પ્રક્રુતિને ઓળખે તે.
* પોતે આત્મા છે પણ દેહ નથી એવો નિશ્ચય જેનામાં હોય તે.
* જેનું જ્ઞાન આચરણમાં પરિણત થયું છે તે.
* જીવન અને જગત વિશેની સાચી સમજ પ્રાપ્ત કરી તે પ્રમાણે જીવે તે.
* તત્વમાં રમમાણ રહે તે.
* જ્ઞાન અને કર્મમાં ભેદભાવ ન કરે તે.
* જ્ઞાન દ્રારા કર્મના બંધન છેદી નાખનાર.
* જગતને સમદષ્ટિથી જોનાર.
* જે પરમાત્મામાં જીવે છે, પરમાત્મા સાથે જીવે છે અને પરમાત્મા માટે જીવે છે તે ખરો જ્ઞાની છે.