સામગ્રી :
૪૫૦ ગ્રામ ખજૂર,
૧૦૦ ગ્રામ તલ,
૧૦૦ ગ્રામ નાળિયેરની છીણ,
૫૦ ગ્રામ સાકરટેટીનાં બીનો ગર,
૧/૨ ચમચી એલચીનો પાઉડર.
સજાવવા માટેની સામગ્રી :
૧/૨ કપ નાળિયેરની છીણ.
રીત :
ખજૂરને ધોઈને સારી રીતે તડકે સૂકવો. તેમાંથી ઠળિયા કાઢી નાખો. પછી મિક્સીમાં નાખીને કે વાટીને તેનો માવો બનાવો. તલને શેકીને અધકચરા વાટી નાખો. હવે ખજૂરના માવામાં તલ, નાળિયેરની છીણ, સાકરટેટીનાં બીનો ગર તથા એલચી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી નાખો. તેના નાના નાના લાડુ વાળી તેમને નાળિયેરની છીણમાં રગદોળો. ઘી-ખાંડ વિનાના આ લાડુ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.