ખંભાત શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલું છે તેમ જ ખંભાત તાલુકાનું મુખ્ય મથક છે.
મ્બે, ખંભાત તરીકે પણ ઓળખાય છે, તે ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ નગર છે. તે અગાઉ એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર હતું, જોકે હાલમાં તેના બંદરમાં ધીમે ધીમે કાંપ જમા થઈ ગયો છે અને તેથી દરિયાઇ વેપાર અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. ખંભાત ખંભાતના અખાતના ઉત્તરના ભાગે મેદાની ભાગમાં સ્થિત છે અને તેની નજીક દરિયાની ભારે ભરતી અને ઓટ આવે છે, દરિયાઈ સપાટીમાં ૩૦ ફૂટ જેટલો બદલાવ આવે છે. ખંભાત બ્રિટિશ ભારતમાં બોમ્બેના ગુજરાત વિભાગના એક રજવાડાં રાજધાની હતી. તે 350 ચોરસ માઇલ (906 કિમી ²) નો વિસ્તાર ધરાવે છે. એક અલગ રાજ્ય તરીકે તે મુઘલ સામ્રાજ્યમાંથી અલગ ૧૭૩૦ આસપાસ થયું હતું. તેના નવાબ મોમિન ખાન IIના વંશજ હતા, 1742 માં તેમના સાળા નિઝામ ખાન જે ખંભાતના ગવર્નર હતા તેમની હત્યા કરી ત્યાં પોતાની જાતને સ્થાપિત કરી.
ખંભાત નગર ટોલેમિ ના કેમેનેશ હોઈ શકે છે, અને અગાઉ ખૂબ જ સમૃદ્ધ શહેર હતું, વ્યાપક વેપાર બેઠક હતું, અને તેનું રેશમ, છીંટ અને સોનાના પદાર્થનું ઉત્પાદન પ્રસિદ્ધ હતું; માર્કો પોલો દ્વારા 1293 માં તેનો એક વ્યસ્ત બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુખ્યત્વે કાંપ જામી જવાને કારણે સમુદ્ર માર્ગે ત્યાં પહોંચવું અઘરું થયું તેથી તેનું વાણિજ્ય ઘણા લાંબા સમયથી પડી ભાગ્યું છે, અને નગર ગરીબ અને જર્જરિત બન્યું છે. વસંત ઋતુમાં ભરતી 30 ફૂટ (10 મીટર) થી ઉપર વધે છે, અને આટલા છીછરા અખાતમાં વાણિજ્ય માટે તે જોખમકારક છે. ૧૯૦૦ની સાલ સુધી મુખ્ય વેપાર કપાસ નિકાસ સુધી મર્યાદિત થયો હતો. આ નગર ગોમેદ અને અકીક ઘરેણાંનાં ઉત્પાદન માટે મુખ્યત્વે ચીનમાં પ્રતિષ્ઠિત હતું. ઘણા કિસ્સાઓમાં ઘરો પથ્થરથી (તે શહેરની સદ્ધરતા સૂચવે છે કારણ કે આ પથ્થરો ખૂબ જ દૂરથી લવવામાં આવ્યા હતા) બાંધવામાં આવતા હતા; અને ૩ માઈલ (૫ કિમી)ના ઘેરાવામાં શહેર, ચાર જળાશયો અને ત્રણ બજારો ફરતે ઈંટોની દિવાલ ચણેલી જેના અવશેષો હાલમાં મોજૂદ છે. દક્ષિણપૂર્વ દિશામાં ભૂમિગત મંદિરો અને અન્ય ઇમારતોના અડધા દટાયેલ અવશેષો છે, જે ભૂતકાળમાં તેમની મોટા પ્રમાણમાં સંખ્યા સૂચવે છે. આ જૈન મંદિરો છે, અને તેમના દેવતાઓની બે મોટી પ્રતિમાઓ ધરાવે છે, એક કાળી, અન્ય સફેદ છે. મુખ્ય મૂર્તિ, શિલાલેખ અનુસાર, પારિશ્વનાથ અથવા પારશ્વનાથ છે; સમ્રાટ અકબરના સમયમાં તેમની કોતરણી કરવામાં આવી છે; કાળી મૂર્તિ પર ૧૬૫૧ની તારીખ કંડારેલી છે. ૧૭૮૦માં ખંભાત જનરલ ગોડાર્ડના સૈન્ય દ્વારા કબ્જે કરાયું. ૧૭૮૩માં પાછું મરાઠા તાબા હેઠળ ગયું અને ત્યારબાદ ૧૮૦૩ ની સંધિ હેઠળ પેશ્વા દ્વારા બ્રિટિશને સોંપી દેવામાં આવ્યું. તે ૧૯૦૧ માં રેલવે સાથે દ્વારા જોડવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ખંભાત શહેર અકીક ના વેપાર માટે જાણીતું હતું.