ક્રોધ,લોભ, મોહ આદિ વૃતિઓને અસર જલ્દિ કેમ પડે છે?
* આ બધી વૃતિઓ સંક્રમણ કે સંચાર કરનારી છે. એની આજુબાજુના પર એની અસર થયા વિના ભાગ્યે જ રહે છે .
-ક્રોધી મનુષ્ય અન્ય મનુષ્યમાં ક્રોધ પેદા કરી શકે છે;મોહમાં સપડાયેલો મનુષ્ય અન્યને મોહમાં નાખી શકે છે;ટુંકમાં રોગચાળો જ ફેલાઈ છે એવું નથી;વૃતિઓ પણ ફેલાતી હોય છે અને અન્યને ફસાવતી હોય છે સામી વ્યક્તિ જગ્રત હોય તો જ બચી શકે.
* આ બધી વૃતિઓને તરત સક્રિય કરીએ છીએ એટલે તેમનાથી પકડાઈએ છીએ આ વૃતિઓને ચોવીસ કલાક મુલતવી રાખીએ તો એનું જોર કેટલું ટકે?