ક્રોધ,લોભ, મોહ,મદ અને મત્સરને શા માટે શત્રુઓ ગણવામાં આવે છે ?
* આ બધી વૃતિઓ બહિમ્રુખ છે અને જીવનશક્તિને હણે છે.
-આ વૃતિઓ આપણને સ્થિર રહેવા દેતી નથી.જેમ તલવાર એ કોઈપણ પરિસ્થિતિમાં તલવાર જ છે; એનો પ્રધાન ધર્મ કોઈને મારવાનો છે તેમ કામ-ક્રોધ આદિ વૃતિઓ ધીમા ઝેર જેવી છે જ;પણ સાત્વિક ગુણ ધરાવતી વ્યક્તિ તામસી પ્રવૃતિ ધરાવતી વ્યક્તિ જેમ તલવારનો ઉપયોગ નહી કરે,તેમ સંયમી પુરુષની ઇન્દ્રિયો આવી વૃતિઓને દાદ નહી આપે અને કયારેક સહેજ ચુક થશે તો તેમાંથી પાછા ફરી જવાનું શકય છે જયારે અસાવધાને આ વૃતિઓ મારવાનું કામ કરે છે માટે શત્રુઓ છે