કોબીના રોલ્સ
સામગ્રીઃ કોબી ૨૫૦ ગ્રામ, પાઉંનો ભૂકો, આદુ, મરચાં, લીંબુનો રસ, મીઠુ મરચું, હળદર, પ્રમાણસર, તેલ તળવા માટે, બટાટા, વટાણા, ગાજર, ફલાવર દરેક ૧૦૦ ગ્રામ.
રીતઃ કોબીની ગાંઠો કાપીને તેને થોડીવાર ઠંડા પાણીમાં રાખવી.
ઉપરના પત્તા કાઢી અલગ રાખો. તેની અંદરની કોબીને ઝીણી સમારો, પછી મરચાં, લસણ આદુને એકદમ બારીક વાટો. એક વાસણમાં ઘી મૂકી તેમાં આ મસાલાને સાંતળો, બટાટા, ગાજર, વટાણા, ફલાવર થોડાં લઈને તેને ઝીણા સમારી વટાણાને બાફી નાંખો અને તે બાફેલા શાક સાથે આ ઝીણી સમારેલા કોબી મિક્સ કરી તેમાં મીઠુ, મરચું, હળદર ગરમ મસાલો, લીંબુનો રસ અને કોથમીર નાખો. પછી પેલા અલગ રાખેલા કોબીના પત્તાને બાફી નિતારી લો. પછી તે કોબીના પત્તા ઉપર સહેજ ટમેટો સોસ લગાડી તેમાં પૂરણ પાથરી તેનો વીંટો વાળવો. ચોખાના લોટમાં પાણી નાંખી ખીરૃં બનાવો. પછી પાઉંના ભૂકામાં રગદોળી તેલ મૂકી તળી નાંખો અગર બેકિંગ ડીસમાં ગોઠવી ૩૫૦થી વધુ ફેરનહી