કોફતા કરી
સામગ્રી :-
કોફતા માટે :-
૩ મીડીયમ સાઈઝ બટાકા
૩ ક્યુબ ચીઝ
૩ લીલા મરચા
૧ ટી સ્પૂન લીલા ધાણા
૧ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
તળવા માટે તેલ
મીઠું
ગ્રેવી માટે :-
૫ ટમેટાની પ્યુરી
૩ કાન્દા
૫ કળી લસણ
૧/૨ ઇંચ આદુ
૩ ટેબલ સ્પૂન કાજુના ટુકડા
૧ ટી સ્પૂન લાલ મરચું
૧ ટી સ્પૂન કસૂરી મેથી (લીલી મેથી ના સૂકવેલા પાન)
૧ ટી સ્પૂન ખાંડ
૧ ટી સ્પૂન ગરમ મસાલો
૨ ટેબલ સ્પૂન માખણ
૨ ટેબલ સ્પૂન ક્રીમ
મીઠું
૨ ટેબલ સ્પૂન તેલ
રીત :-
બટાકાને બાફીને છૂંદી લો. તેમાં છીણેલું ચીઝ, બારીક સમારેલા લીલા મરચાં, કૉર્ન ફ્લૉર, મીઠું ભેળવી, સારી રીતે મિક્સ કરી તેના કોફ્તા વાળી ગરમ તેલમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો.
એક વાસણમાં એક ગ્લાસ પાણી લઈ તેમાં બે ડુંગળી, લસણ અને આદુ બાફી લો. ઠંડુ પડે એટલે મિક્સરમાં પેસ્ટ બનાવી લો. હવે જાડા તળિયાવાળી કડાઈમાં તેલ મૂકી એક ડુંગળીના ચોરસ ટુકડા કરી સાંતળી લો. આ ટુકડા બ્રાઉન રંગના થાય એટલે એમાં ડુંગળી, લસણ, આદુ અને કાજુની બનાવેલી પેસ્ટ નાખી ધીમા તાપે સાતત હલાવતા રહો. તેલ છૂટું પડે પછી એમાં વારાફરતી કસૂરી મેથી, માખણ, ટમેટો પ્યુરી, લાલ મરચું, ગરમ મસાલો, ખાંડ અને મીઠું ઉમેરીને સતત હલાવતા રહો. જરૂર પડે અડધો કપ પાણી નાખો. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લો. પીરસતી વખતે એક બાઉલમાં કોફ્તા મૂકી ઉપર ગ્રેવી રેડી તેની ઉપર ક્રીમ, કોથમીર અને છીણેલું ચીઝ નાખી પરાઠા કે ગરમ રોટી સાથે સર્વ કરો.