સામગ્રી :
કન્ડેન્સ્ડ મિલ્ક ૪૦૦ ગ્રામ,
સમારેલી કિસમિસ ૧ ચમચી,
બદામના ટુકડા 1 ચમચી,
છીણેલું કોપરું ૪ કપ,
એલચીનો ભૂકો અડચી ચમચી.
રીત :
સૌ પ્રથમ એક તપેલી ગરમ કરી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક રેડો. એ સાઈડ પરથી છૂટું પડે ત્યાં સુધી હલાવતાં રહી થવા દો. ગેસ પરથી ઉતારી ઠંડું કરો. તેમાં કિસમિસ, બદામનાં ટુકડા અને એલચી પાવડર મિક્સ કરો. એ મિશ્રણના નાના નાના ભાગ કરી લાડુ વાળો. એક પ્લેટમાં છીણેલું કોપરું લઈ તેમાં લાડુ રગદોળી પીરસો.