કુંવરબાઈનું મામેરૂ યોજના
કુંવરબાઈનું મામેરૂ યોજના ૧૯૯૯-૨૦૦૦ શરૂ થઈ આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના ગરીબી રેખા હેઠળ જીવતા અનુસુચિત જાતિના ઈસમોને મળી શકે છે. અને તેના માટે જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખામાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અથવા સમાજ કલ્યાણ નિરી ક્ષકને મળવાથી યોજનાની તમામ વિસ્તુત જાણકારી મળે છે.
એક જ કન્યા કે જેની ઉમર લગ્નની તારીખે ૧૮ વર્ષ થી વધુ હોય અને જે યુવક સાથે લગ્ન થાય તે યુવકની ઉંમર લગ્નની તારીખે ર૧ કે તેથી વધુ હોવી જોઈએ.
રૂ.૫૦૦૦ દિકરીના લગ્ન પ્રસંગે સહાય મળે.
રાજ્ય સરકારની “કુંવરબાઈનું મામેરૂ” યોજના અન્વયે યોજનાની શરૂઆતમાં સહાયનું ધોરણ જે રૂ.૫૦૦૦નું હતું તેમાં ગત ૨૦૧૨ થી વધારો કરીને હવે રૂ.૧૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે. આ સહાય માટે લગ્નના ૨ વર્ષ સુધીમાં અરજી કરવાની હોય છે. આ સહાય કુટુંબદીઠ એક દીકરીને આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાતી યોજનાઓનો મહત્તમ લાભ લોકો સુધી પહોંચી શકે અને માહિતી સબંધિતોને મળી શકે તે માટે આપ સર્વે મિત્રોનો સહયોગ ખૂબ જરૂરી છે.
આ યોજનાનો લાભ મેળવવા નીચેના કાગળૉ(ડોક્યુમેન્ટ)ની જરુર પડે છે.
૧,લગ્ન કંકોત્રી(બે)
૨,પતિ-પત્નિનો ઊંમરનો દાખલો
૩,બંનેના સંયુકત ફોટા.
૪,રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૫,કિસાન વિકાસપત્ર-ફોર્મ(પોસ્ટ ઓફિસથી મળે)
૬,પતિની ઊંમર ૨૧ વર્ષથી વધારે અને પત્નિની ઊંમર ૧૮ વર્ષથી ઓછી નહિ.
૭,એક વર્ષની સમય મર્યાદામાં ફોર્મ ભરી રજુ કરવું.
૮,B,P.L રેશનિંગકાર્ડ હોવું જરુરી છે.
ભારત સરકારની કુંવરબાઈનું મામેરૂ યોજના અરજીપત્રક