કાર્ય કરો અને પરિણામ મેળવો
રોજ એક રોજ એક કાર્ય કરવાથી
૩૦ દિવસના અંતે જોજો તમારી તંદુરસ્તિ કેવી સરસ બને છે.તો મફતમાં છે લેજો જરુર..તો તૈયાર થઈ જાવ્
* ચિંતા કરવી છોડી દો
– માનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા ન કરો
– સમય અને શક્તિનો વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો
– આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો
– તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો
– તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો
– તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* થોડો સમય એકાંતમાં ગાળો
– તમારું દુઃખ હળવું થશે.
* એક અંતરંગ મિત્ર બનાવો
– જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો
– કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો
– તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો
– તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો
– એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો
– એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો
– એ તમારી અંદર છે.
* સુખની પાછળ દોટ ન મૂકો
– એ તમારી પાસે જ છે.
* સમય ન વેડફો
– મહામૂલી જણસ છે.
* અંધકારથી નિરાશ ન થશો
– બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
* દરેકને પ્રેમ કરો
– તમને બમણો પ્રેમ મળશે.
* શ્રદ્ધા રાખો
– તમે બધું જ કરી શકો છો.
* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો
– ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.
* વ્યવહારુ બનો
– સુખનો રાજમાર્ગ છે.
* ગુસ્સો સંયમિત કરો
– એ ભયાનક બને છે.
* મૃદુભાષી બનો
– દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.
* ઊંચું વિચારો
– ઉન્નતિના શિખરે લઈ જશે.
* અથાક પરિશ્રમ કરો
– મહાન બનવાનો કિમિયો છે.
* સર્જનાત્મક બનો
– મુખાકૃતિ સુંદર લાગશે.
* હસતા રહો
– પડકારનું તકમાં રૂપાંતર થશે.
* તમારી ભાષા પર કાબૂ રાખો
– તમારા ચારિત્ર્યનું દર્પણ છે.
* ભય ન રાખો
– ઈશ્વર હંમેશા સાથે જ છે.
* રોજ ચિંતન કરો
– આત્માનો ખોરાક છે.
***દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.