સામગ્રી:
૨ નંગ દેશી અને કડક કાચા કેળા,
૫૦ ગ્રામ નાયલોન સાબુદાણા,
૫૦ ગ્રામ શીંગદાણા,
૨૦ ગ્રામ લીલવા દ્રાક્ષ,
૨૦ ગ્રામ બદામ, ૨૦ ગ્રામ કાજુ,
સ્વાદાનુસાર ફરાળી મીઠું,
૩ ચમચી દળેલી ખાંડ,
૨ ચમચી શેકેલી વરીયાળી,
૨ નંગ લીલા મરચાં,
૪ થી ૫ નંગ મીઠા લીમડાના પાન,
તળવા માટે તેલ.
રીત :
સૌ પ્રથમ તેલ ગરમ મૂકો. હવે કાચા કેળાની છાલ ઉતારો અને એક વાત ઘ્યાનમાં રાખો કે કેળાની છાલ છીણ કરતી વખતે જ ઉતારવી. નહિતર કેળા કાળા પડી જશે.
હવે કેળાનું છીણ સીધું ગરમ તેલમાં જ પાડો અને ધીમે ધીમે છીણને તેલમાં જ છૂટુ પાડતા જાઓ. છીણ કડક થાય એટલે ઉતારી લો. ત્યારબાદ તેલમાં શીંગદાણા તળી લો અને ત્યારપછી નાયલોન સાબુદાણા પણ તળી લેવા.
હવે કાજુ, બદામ અને લીલવા દ્રાક્ષ વારાફરતી તળી લેવા. મીઠા લીમડાના પાન અને લીલા મરચાના ટુકડા પણ તળી લેવા. હવે તળેલી બધી જ સામગ્રીને એક બાઉલમાં મીકસ કરો.
તેમાં શેકેલી લીલી વરીયાળી, ફરાળી મીઠું (સ્વાદાનુસાર) અને ૩ ચમચી દળેલી ખાંડ મિકસ કરો. ઉપરથી એક ચમચી તેલ ઉમેરવાથી બધો જ મસાલો એકરસ થઇ જશે.