શરીરમાં જરૂરી પાણીની માત્રાને સંભાળી રાખવામાં કાકડી ખુબ જ સહાયક છે. ગરમીમાં આનું સેવન ખુબ જ લાભદાયક છે.
(૧) મુત્રમાર્ગની પથરી, પેશાબમાં શર્કરા અને કષ્ટ સાથે ટીપે ટીપે પેશાબ થતો હોય તો કાકડીના બીનું ૩-૪ ગ્રામ ચુર્ણ ૧ કપ દ્રાક્ષના રસ સાથે લેવાથી મટે છે.
(૨) કાકડી મુત્રલ છે. પેશાબ બંધ થઈ ગયો હોય તો એક ચમચી કાકડીનાં બી બારીક લસોટી એક ગ્લાસ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી પીવાથી અથવા કાકડીના બીનું પાંચ ગ્રામ ચુર્ણ, પાંચ ગ્રામ જીરુ અને પાંચ ગ્રામ સાકર પાણીમાં ખુબ હલાવી કપડાથી ગાળી સવાર, બપોર, સાંજ પીવાથી પેશાબ છુટે છે.
(૩) શરીરની આંતરીક ગરમી દુર કરવા કુણી કાકડીમાં ચીરો પાડી સાકરનું બારીક ચુર્ણ ભરી એકાદ કલાક પછી કાકડી ખાઈ જવી.
કાકડી કાકડી ઠંડી, રુક્ષ, ગ્રાહી, મધુર, ભારે, રુચીકારક અને પીત્તનાશક કે કોઈકને પીત્તકારક પણ છે. પાકી કાકડી તરસ, અગ્ની અને પીત્ત વધારનારી છે.