કાંકરેજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. શિહોરી (કાંકરેજ) આ તાલુકાનું મુખ્ય મથક છે.
કાંકરેજ, ત્યાંની ગાયની ઓલાદ (કાંકરેજી ગાય) માટે ખુબ જાણીતું છે. આ ઉપરાંત અહીં ગાયમાતાનું મંદીર પણ આવેલું છે, જે કદાચ ભાગ્યેજ અન્યત્ર જોવા મળે.