ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે.
ચેતતો નર સદા સુખી.
અન્ન એવો ઓડકાર.
કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી.
કડવું ઓસડ મા જ પાય.
જાગ્યા ત્યારથી સવાર.
જેટલા ભોગ તેટલા રોગ.
જ્યાં સુધી ઘાસ ત્યાં સુધી આશ.
દુ:ખનું ઓસડ દહાડા.
ધીરજના ફળ મીઠાં.
બાજરી કહે હું બલિહારી, લાંબા લાંબા પાન;
ઘોડા ખાય તો ગઢ પડે, બુઢ્ઢા થાય જવાન.
મગ કહે મારો કાળો દાણો, મારે માથે ચાંદુ;
બે ચાર મહિના મને ખાય, તો માણસ ઊઠાડું માંદુ.
રોગ આવે ઘોડા વેગે ને જાય કીડી વેગે.
રોગ ને શત્રુ ઉગતા જ ડામવા.
સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન.
સો દવા ને એક હવા.
સૂંઠ, સંચળ ને કાચકો, જે ખાય તેને ન આવે આંચકો.
હીંગ, મરચું ને આંબલી, સોપારી ને તેલ; જો ગાવાનો ખપ હોય તો પાંચેય વસ્તુ મેલ.
થોડું ખાઈએ તો સુખ ઉપજે, વધુ ડૉકટર લઈ જાય.
આંખે પાણી, દાંતે લુણ; પેટ ન ભરીએ ચારે ખૂણ.
અલ્પાહાર એ હંમેશનો અપવાસ છે.
રાત્રે વહેલા જે સૂવે,વહેલા ઉઠે વીર,બળ બુદ્ધિને ધન વધે,સુખમાં રહે શરીર.