સામગ્રી :
૨ ૧/૨ કપ દૂધ,
૧/૨ કપ ખાંડ,
૩ ચમચા કસ્ટર્ડ પાઉડર,
૧/૨ ચમચી વેનિલા એસેન્સ,
૮ બ્રેડ સ્લાઈસ,
૧/૩ કપ ક્રીમ,
૧ ચમચો પિસ્તા,
૧ ચમચો ગ્લેઝડ ચેરી,
૧/૪ કપ પાણી.
રીત :
બ્રેડ સ્લાઈસને અડધી કાપીને ગરમ તેલમાં તળી લો. એક પેનમાં અડધા ભાગનું દૂધ ગરમ કરી તેમાં અડધી ખાંડ મિક્સ કરી દો. ઊકળતા દૂધમાં કસ્ટર્ડ પાઉડરની પેસ્ટ નાખીને ઘટ્ટ કસ્ટર્ડ તૈયાર કરો. બાકી વધેલા દૂધ અને ખાંડને એક બીજા પેનમાં ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. તેમાં તળેલી બ્રેડના ટુકડા નાખી બે મિનિટ રહેવા દો. તેને બહાર કાઢી સર્વિંગ પ્લેટમાં પાથરી દો. હવે દરેક સ્લાઈસ પર કસ્ટર્ડ અને મલાઈ નાખો. ઉપર પિસ્તા અને ચેરીથી સજાવી ઈચ્છા મુજબ ગરમ અથવા ઠંડું સર્વ કરો.