ગુજરાતની લીલી નાધેર એટલે કચ્છ. કચ્છ તો શૂરા-પૂરાથી સદાય ઊભરાતો રહ્યું છે. કચ્છની ધરતી ઉપર એવા એવા વીરલા પાકી ગયા કે આજે પણ ગુજરાતની છાતી ગજગજ ફૂલે છે. કચ્છનો લાખો ફૂલાણી, બહાર વાટિયો છતાં કચ્છની પ્રજાનો વહાળ સોયો નરબંકો કાદુ મકરાણી, કચ્છના દાદા મેંકરણ વગેરે વગેરે. વાત છે અહીં કચ્છમાં આવેલા માંડવી શહેરની. માંડવી કચ્છનું બહુ નાનકડું શહેર. એક સમયનો અનન્ય જહાજવાડો. એક બંદર. અત્યારનું એક રમણીય પ્રવાસન સ્થળ તથા બીચ. આ માંડવી પાસે બહુ નજીક કુદરોડી ગામ આવેલું છે. આ ગામનું નામ કદાચ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. પરંતુ આ ગામનાં બે બંકા બોલિવૂડમાં આજે પણ ખૂબ માનવંતુ સ્થાન ધરાવે છે. વાત અહીં સ્પષ્ટ કરીએ તો કચ્છનો કુદરોડીના મહાન સંગીતકાર કલ્યાણજી-આનંદજીની લખવી છે. આ કલ્યાણજી-આણંદજી કુંદરોડીના., એમણે હિંદી સિનેમા જગતમાં કર્ણપ્રિય અને લોકપ્રિય સૂરિલા સંગીતની છોળ ઉડાળી. એમનાં લખેલાં ગીત સંગીત સાંભળી આજે પણ લોકો ડોલી ઊઠે છે. નાગીન ફિલ્મમાં ક્વાલિઓનેટ ઉપર વગાડેલી ધૂન કલ્યાણજીની એ ધૂન, એ મદમસ્ત મોરલીની તાન., કોઈ ભૂલી શકે તેમ નથી. આ બંને સંગીત સાથે આપતાં તે પહેલાં કલ્યાણજી વીરજી શાહ નામે પ્રસિદ્ધ હતા. તે એકલા સંગીત આપતા. તેમણે સમ્રાટ ચંદ્રગુપ્ત, સટ્ટાબજાર, મદારીનું સંગીત આપીને સમગ્ર ભારતની વાહ વાહ મેળવી લીધી. તે પછી ઉપાસના, વિશ્વાસ, રાજ, લાવારિસ, સુહાગરાત, હિમાલય કી ગોદમેં જેવી ઢગલાબંધ ફિલ્મ આપી લોકોનાં દિલ દિમાગ તરબતર કરી દીધા.