કરંજ (માંડવી,સુરત) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. કરંજ ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. જુવાર, મગફળી, ડાંગર, ચણા, વાલ, તુવર અને અન્ય શાકભાજી અહીંનાં ખેત- ઉત્પાદનો છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે.