ઓખાહરણ-કડવું-૮૨ (રાગ-ગુર્જરી)
ઓખાબાઈને લઇ સંચરો
કૃષ્ણ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,
અનિરુદ્ધને તે લઈ સંચરો, રેવંતી જાગવું રે.
બળીભદ્ર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,
અનિરુદ્ધને તે લઈ સંચરો, રુક્ષ્મણી જાગવું રે.
મહાદેવ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,
ઓખાબાઈને તે લઈ સંચરો, પાર્વતી જાગવું રે.
ગણપતિ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,
ઓખાબાઈને તે લઈ સંચરો, શુધબુધ જાગવું રે.
બાણાસુર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,
ઓખાબાઈને તે લઈ સંચરો, બાણમતી જાગવું રે.
કૌભાંડ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે;
ઓખાબાઈને તે લઈ સંચરો, રૂપવતી જાગવું રે.