ઓખાહરણ-કડવું-૭૬ (રાગ-ગુર્જરી)
બાણાસુરની પત્નિનું વર્ણન
શુકદેવ કહે તે વાત, વેવાણ આવિયાં રે,
જેની જોવા સરખી જાત, વેવાણ આવિયાં રે.
માથે કેશ વાંસની જાળ, વેવાણ…
જેનું નેત્ર સરોવર પાળ,વેવાણ…
જેના સુપડા જેવા કાન, વેવાણ…
જેનું મસ્તક ગિરિ સમાન, વેવાણ…
એની આંખ અંધારો કુપ, વેવાણ…
જેનું મુખ દીસે છે કદરૂપ, વેવાણ…
હળદાંડી જેવા દંત, વેવાણ…
દીઠે જાએ ન એનો અંત, વેવાણ…
એનાં સ્નત ડુંગર શાં ડોઝાં, વેવાણ…
કાને ઘાલ્યા છે હાથીના હોજાં, વેવાણ…
કોટે ખજુરાના તનમનીઆં, વેવાણ…
કાને ઊંટના ઓગનીયા, વેવાણ…
પગે રીંછ કલ્લાં વિકરાળ,વેવાણ…
કહેડે પાડાની ઘુઘરમાળ, વેવાણ…
વાંકડા સરપ એને હાથે, વેવાણ…
બળતી સઘડી મુકી માથે, વેવાણ…
જેની પીઠ ડુંગરશાં ડોઝાં, વેવાણ…
એના મસ્તકમાં ફરે રોઝાં, વેવાણ…
મુખ બોલે વચન વિકરાળ, વેવાણ…
દેખી પડે જાદવને ફાળ, વેવાણ… ૧
કોટરા આવ્યા જ્યાં મોરાર, વેવાણ…
કુંવરે સાસુ ખોળી સાર, વેવાણ…