ઓખાહરણ-કડવું-૭૫ (રાગ-ઢાળ)
શ્રીકૃણ બાણાસુરના બધા હાથ છેદે છે
એવી વાણી સાંભળતાં, કોપ્યા દીનદયાળ;
બાણાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ.
કોપ કરી કરશસ્ત્ર મેલ્યું, વળતું તેણી વાર;
બે હાથ રહ્યા છે બાણાસુરને, તેનો કહું વિસ્તાર.
રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ;
મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાશ.
નારદ ચાલી આવિયા, જ્યાં બાણાસુરની માંય;
તારા કુંવરના હાથ વાઢિયા, કહો શી વલે થાય ?