ઓખાહરણ-કડવું-૫૫ (રાગ-પરજ)
બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે.
કામની એ જ્યારે કટક દીઠું , ઓખા થઈ નિરાશ,
અરે ! દેવ આ શું કીધું, મારા મનમાં હતી મોટી આશ.
વાલા કેમ વઢશો રે, મારા પાતળિયા ભરથાર. વાલા…
અરે પિયુ તમે એકલા, કરમાં નથી ધનુષ ને બાણ;
એ પાપી કોપીઓ, લેશે તમારા પ્રાણ. વાલા…
આછી પોળી ઘીએ ઝબોળી; માંહે આંબારસ ઘોળી
તમે જમતા હું વીસરતી, ભરી કનક કટોરી.વાલા…
આળોટે- પાલોટે અવની પર, રૂદન કરે અપાર;
બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વાલા…
વળી બેસે ઊઠીને, વળી થાય વદન વીકાસણ વીર;
તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહેશે કેમ કોમળા શરીર. વાલા…
મારા માત-પિતાને જાણ થયું, ને કટકા મોકલ્યું પ્રૌઢ;
પાપી બાપે કાંઇ નવ જાણ્યું, બાણાસૂર મહામૂઢ. વાલા…