ઓખાહરણ-કડવું-૫

બાણાસુર શિવજી સાથે યુધ્ધ કરવા ગયો

ઓખાહરણ-કડવું-૫            (રાગ:ઢાળ)

 

કૈલાસ પર્વત જઈ રાજાએ, ભીડી મોટી બાથ;

જળમાંહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ.

 

ટોપ કવચ ને ગદા ફરસી, કડકડાટ બહુ થાય;

એણે સમે ઉમિયાજી મનમાં, લાગ્યાં બ્‍હીવાય.

 

જઇને શંકરને ચરણે નમિયાં, અહો અહો શિવરાય;

શાને કાજે બીહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય.

 

શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર;

વળી માગવા શું આવ્યો છે, અંધ તણો કુમાર.

 

સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય;

એક યોધ્ધો મુજને આપો, યુધ્ધ કરવા સમર્થ.

 

આવો શિવ આપણ બે વઢિયે, આપ આવ્યા મારી નજરે;

ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજ રે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors