ઓખાહરણ-કડવું-૩૩

ઓખાહરણ-કડવું-૩૩   (રાગ-સાખી)

 

ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ;

શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડીઓ વિજોગ.

 

સ્વપ્નમાં મહારા પિયુજીશું, અમે કરતાં લીલા લહેર;

અમૃતરસ હું પીતી હતી, તેમાં તેં મેલ્યું ઝેર.

 

કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ;

તમને પૂછું પંડિતો, એક દિન કીતના માસ.

 

ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ;

એક પળ પિયુ વિના, લાગે વરસ કરોડ.

 

ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માગીશ;

હું સજ્જનને મળી, તારી પાંખો પાછી દઈશ.

 

પાંખો પ્યારી પંથ વેગળો, તારો પિયુ કોણ જ દેશ;

કોણ રંગે તારો પિયુ હશે, પહેરે કોણ જ વેશ.

 

પિયુ વિજોગે પીળી થઈ,મારુ તનમન સુકાઈ જાય;

ગોરી તું વાહન ચઢી,તો મારો સ<દેશો ન લઈ જાય.

 

લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કેમ જાય;

કરમે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય.

 

(રાગ:ઘરાડી)

 

મધ્ય નિશા સમે રે, માળીયામાં રોતી રાજકુમારી;

ક્યાં ગયો ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નાનો ભરથાર.

 

મીંઢળ મારૂં ક્યાં ગયું રે, બાઈ મારો ચુડલો હતો જે હાથ;

પીતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે.

 

પિયુ પરદેશિયા રે, ભૂંડા મને લીધી શે નવ સાથ;

આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત.

 

લાવ સખી વીખ પીઉં રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ;

હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યાં વિરહના બાણ.

 

પાપી મારો જીવડો રે, ઓખાબાઈ પડતું મેલ્યું ધરણ;

રોતાં રોતાં જ્યાં ગયાં રે, ઓખાબાઈએ રોપ્યું વાડી વન.

 

નાથ મેલી ગયાં રે, બાઈ કોણ જનમનાં પાપ;

આજે વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત.

 

જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ;

જો પ્રભુ નહિ મળે રે, હું તો મારા પ્રાણ તજીશ.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors