ગોર્યમા પાસે માંગણી
ઓખાહરણ-કડવું-૨૬ (રાગ-ધોળ)
ગોર્યમા! માંગુ રે, મારા બાપનાં રાજ;
માતા સદાય સોહાગણી .
ગોર્યમા! માગું રે મારા ભાઇનાં રાજ;
ભાભી તે હાથ હુલાવતી.
ગોર્યમા! માગું રે મારા સસરાનાં રાજ;
સાસુને પ્રજા ઘણી.
ગોર્યમા! માગુ રે, દિયર જેઠનાં રાજ;
દેરાણી જેઠાણીનાં જોડલાં.
ગોર્યમા! માગું રે, તમારી પાસ;
અખંડ હેવાતન ઘાટડી.
ગોર્યમા! માંગું રે, હું તો વારંવાર;
ચાંલ્લો ચૂડોને રાખડી.
ગોર્યમા! માંગું રે, સરખાં સરખી જોડ;
માથે મનગમતો ધણી.