ગોર્યમાની પૂજા
ઓખાહરણ-કડવું-૨૫ (રાગ-ઢાળ)
બાઇ તું કુંવારી હું યે કુંવારી; સાંભળ સહિયર વાત;
ગોર્યમાની પૂજા કરીએ, તો પામીશું નાથ.
કોણ માસે કોણ દહાડે, ગોર્યમાની પૂજા થાય;
મને કરી આપો પૂતળાં, પૂજું મોરી માય.
ફાગણ વદ બીજના દહાડે, કરવું રે સ્થાપન;
ચૈતર સુદી ત્રીજના દહાડે, કરવું ઉત્થાપન.
ભોંય શય્યા પાથરી, સંદેસરાના ફૂલ;
પૂજી અરચી ઓખા માંગે, જે જે વસ્તુ અમૂલ્ય.