ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે
ઓખાહરણ-કડવું-૧૮ (રાગ-સાખી)
જોબનીયું વાધ્યું રે, ઓખા નાનકડી રે લોલ;
મારે જોબનીયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ;
તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ,
મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ…
બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ;
મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ,
મારા જોબનીયા લટકો, દહાડા ચાર છે રે લોલ.
ટાણે રે મળશે પણ નાણે નહિ મળે રે લોલ..