ગણપતિનો દર્શાવેલ મહિમા
ઓખાહરણ-કડવું-૧૦ (રાગ:મારુ)
પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ;
કથા ગ્રંથ આરંભે જેહ, પ્રથમ ગણપતિ સમરે તેહ.
સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે;
સોની સમરે ઘડતાં ઘાટ, પંથી સમરે જાતાં વાટ.
પંચવદનના દહેરામાંય , પહેલી પૂજા ગણપતિની થાય;
એ વિના મુજને પૂજે તો, સર્વે મિથ્યા થાય.
ઉથલો શાને કાજે રુવે પાર્વતી, શાને લોચન ચોળે;
જેને ઘેર વિવાહવાજન હશે. ત્યાં બસશે ઘીને ગોળે રે.