એ જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો…આપજે રે જી…
એ જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું… કાપજે રે જી..
માનવીની પાસે કોઈ….
માનવી ન આવે…રે…
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો આપજે રે
કેમ તમે આવ્યા છો ?…
એમ નવ કે’જે…રે…
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે –
આવકારો મીઠો… આપજે રે
વાતું એની સાંભળીને…
આડું નવ જોજે….રે…
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે –
આવકારો મીઠો… આપજે રે
‘કાગ’ એને પાણી પાજે…
સાથે બેસી ખાજે..રે….
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો આપજે રે
કવિ દુલા ભાયા ‘કાગ’