ઘણીવાર વધારે પડતું મસાલેદાર કે તીખી વસ્તુ ખાવામાં આવી જાય તો પેટમાંદુખાવા સાથે જલન થાય છે. અમુક સરળ ઘરગથ્થુ ઉપચારથી તરત મટાડી શકાય છે
•અનાનસના ટુકડા પર સાકર અને મરી
ભભરાવીને ખાવાથી એસિડિટી મટે
છે.
•સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી
એસિડિટી મટે છે.
•સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
•આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
•એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.
•દ્રાક્ષ અને બાળહરડે સરખેભાગે લઈ, એટલી જ સાકર મેળવી, તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે.
•કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
•સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
•અર્ધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરના
જમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.
•ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
•ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
•૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા ૪-૫ નંગ કાળાં મરચીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
•૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરાના ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.