અમ્લપિત્ત એટલે એસિડિટી. આ રોગ આજે સર્વવ્યાપી છે. અમ્લપિત્ત જ આપણે એસિડિટીના નામે ઓળખીએ છીએ. આ રોગ પાચનના વિકારને કારણે થાય છે. તેને ઘણા લોકો છાતીમાં દાહ, બળતરા, ઊલટી, ઊબકાથી ઓળખે છે. આ તકલીફ નાના મોટા સૌને થાય છે. લક્ષણો – છાતી,પેટ કે આંખમાં દાહ કે આગ ઊઠે. ખાધેલું પચે નહીં. છાતી કે ગળામાં બળતરા થાય. ખાટા,ખારા,તીખા ધચરકા ઊપડે. છાતીમાં ડચૂરો બાઝે. ઊલટી કે ઊબકા આવે. શરીર ભારે થાય.થાક લાગે. માથું દુખે, ખાવાનું ભાવે નહીં. મંદાગ્નિ રહે એસિડિટી થાય તો શું થાય ? શરીર નબળું પડે. સ્મૃત્તિ તથા બુદ્ધિનો હ્આસ થાય. વારંવાર તાવ આવ. પેટના રોગ થાય. આંતરડામાં અલ્સર થવાની શકયતા રહે. એસિડીટી કોને થાય ? નાના મોટા સૌને થાય. પાચનક્રિયા સાથે સંકળાયેલા રોગ હોવાથી ખાનપાનમાં ધ્યાન ન રાખનારને થાય. પાચનક્રિયા વિકૃત થતાં તે થાય. ટેન્શન,તાણ હોય તો તે થાય. ખાવા પીવામાં અનિયમિતતા હોય તો થાય. શરીરમાં ખાટો રસ વધુ થાય તો થાય. દહીં,કેળાં,દૂધ -કાંદા વગેરે ખાવાથી થાય. એસિડિટી ન થાય તે માટે શું કરવું ? તડકામાં માથું ઢાંકો વિરુદ્ધ આહાર ન ખાવ રાત્રે ઉજાગરા ન કરો. ભારે ખોરાક રાતે ખાવ ન. જમ્યા પછી સૂઇ ન જાવ. ખારો,ખાટો,તીખો ખોરાક વધુ ન ખાવ. હોટલનું બને તેટલું ઓછું ખાવ. જંકફૂડ તો ખાશો જ નહીં. એસિડિટીમાં શું ખાશો ?શું ન ખાવું ? તાણ ચિંતા ઓછી કરો ગુસ્સો ન કરો. જૂના ચોખા,મગ ખાવ. મરચું,તેલ ઓછા ખાવ. અથાણાં,ખાટી છાશ,અડદ વગેરે ત્યાગ કરો. હોટલનું જમો નહીં. જવ,ઘઉં,સાકર,મધ,કોળું,પરવળ,ખીચડી ખાવ. એસિડિટી વખતે દૂધ ન લેવું. જેટલું દૂધ તેટલું પાણી મિકસ કર્યા પછી ધીમે ધીમે તે દૂધ પીવો. ખોરાક ચાવીને ખાવ. ઘરગથ્થું ઉપાય. ગુલાબની પત્તી સૂકવી પાવડર બનાવી રાખો. રોજ રાતે તેમાં ૧ ચમચી ગુલાબ પત્તી પાઊડરમાં ૧ ચમચી સાકર ભેળવી ખાવ.ઉપર માટલાનું પાણી પીઓ. આમળાના ઉકાળામાં મધ સાકર નાખી ખાવ. તાજાં આમળાં ખવાય એટલાં ખાવ. આમળાંના પાઉડરમાં ખડી સાકર નાખી.૧-૧ ચમચી ખાવ. ૧ ચમચી બીલીનાં પાનનો રસ તથા સાકર નાખી પીઓ.