એક દિવસ મેં વિચાર્યું .. .. !!
મારો ઈશ્વર કોણ છે.. .. ?
શો છે મારો ધર્મ .. .. ?
શી છે મારી પ્રાર્થના .. .. ?
શી છે મારી ભક્તિ .. .. ?
મારી શક્તિનું સ્વરૂપ શું છે .. .. ?
બે મિનીટ મૌન અને બે મિનીટ ધ્યાન.. ..
અંતરઆત્માનો અવાજ .. .. !!
આત્મા જ મારો ઈશ્વર છે .. ..
ત્યાગ જ મારી પ્રાર્થના છે .. ..
પ્રેમ મારુ કર્તવ્ય છે .. ..
મૈત્રી જ મારી ભક્તિ છે .. ..
સંયમ જ મારી શક્તિ છે .. ..
અહિંસા જ મારો ધર્મ છે .. ..
મને સમાધાન મળી ગયું