એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૧ થી ૧૧
અર્જુન ઉવાચ
મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મસંજ્ઞિતમ્।
યત્ત્વયોક્તં વચસ્તેન મોહોયં વિગતો મમ।।૧।।
ગુજરાતી ભાંષાન્તર ઃ અર્જુને કહ્યું : આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે, તે શ્રવણ કરીને હવે મારો મોહ દુર થઇ ગયો છે. ||૧||
ભવાપ્યયૌ હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા।
ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપિ ચાવ્યયમ્।।૨।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે કમળનયન, મેં આપની પાસેથી જીવમાત્રનાં ઉત્પત્તિ તથા લય વિષે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે, અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે. ||૨||
એવમેતદ્યથાત્થ ત્વમાત્માનં પરમેશ્વર।
દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમૈશ્વરં પુરુષોત્તમ।।૩।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપનાં વાસ્તવીક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો, એ જોવાની મારી ઈચ્છા છે. આપના એ સ્વરૂપનાં હું દર્શન કરવા ઈચ્છું છું. ||૩||
મન્યસે યદિ તચ્છક્યં મયા દ્રષ્ટુમિતિ પ્રભો।
યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમવ્યયમ્।।૪।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરુપનાં દર્શનનો અધિકારી લાગતો હોઉં, તો કૃપા કરીને મને આપના એ અનંત વિશ્વરૂપનાં દર્શન આપો. ||૪||
શ્રી ભગવાનુવાચ
પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોથ સહસ્રશઃ।
નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતીનિ ચ।।૫।।
ગુજરાતી ભાંષાન્તર ઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા : હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓને જો, સેંકડો-હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ણોવાળા રૂપોને જો. ||૫||
પશ્યાદિત્યાન્વસૂન્રુદ્રાનશ્િવનૌ મરુતસ્તથા।
બહૂન્યદૃષ્ટપૂર્વાણિ પશ્યાશ્ચર્યાણિ ભારત।।૬।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે ભારત, હવે તું આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિનીકુમારો, મારુતો તથા અન્ય દેવોનાં વિભિન્ન રૂપોને જો. એવાં અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય જોયાં નથી કે સાંભળ્યાં નથી. ||૬||
ઇહૈકસ્થં જગત્કૃત્સ્નં પશ્યાદ્ય સચરાચરમ્।
મમ દેહે ગુડાકેશ યચ્ચાન્યદ્દ્રષ્ટુમિચ્છસિ।।૭।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે અર્જુન, તું જે કંઈ જોવા ઈચ્છે, તે હમણાં જ મારા આ દેહમાં જો. તું અત્યારે અને ભવિષ્યમાં પણ જે જે જોવા ઈચ્છતો હોય, તે સર્વ આ વિશ્વરુપમાં જોઈ શકીશ. અહીં એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવસ્થિત છે. ||૭||
ન તુ માં શક્યસે દ્રષ્ટુમનેનૈવ સ્વચક્ષુષા।
દિવ્યં દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ્।।૮।।
ગુજરાતી ભાંષાન્તર ઃ પરતું તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં. તેથી હું તને દિવ્ય નેત્રો આપું છું. હવે તું મારા યોગ-ઐશ્વર્યને જો. ||૮||
સઞ્જય ઉવાચ
એવમુક્ત્વા તતો રાજન્મહાયોગેશ્વરો હરિઃ।
દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ્।।૯।।
અનેકવક્ત્રનયનમનેકાદ્ભુતદર્શનમ્।
અનેકદિવ્યાભરણં દિવ્યાનેકોદ્યતાયુધમ્।।૧0।।
દિવ્યમાલ્યામ્બરધરં દિવ્યગન્ધાનુલેપનમ્।
સર્વાશ્ચર્યમયં દેવમનન્તં વિશ્વતોમુખમ્।।૧૧।।
ગુજરાતી ભાંષાન્તર ઃ સંજય બોલ્યો : હે રાજા, આ પ્રમાણે કહીને સર્વ યોગ-શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી, ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. ||૯||
ગુજરાતી ભાંષાન્તર ઃ અર્જુને તે વિશ્વરુપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર, તથા અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયાં. આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તે દૈવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું અને અનેક સુગંધી દ્રવ્યોના વિલેપનવાળું હતું. બધું જ આશ્ચર્યમય,
।।૧0,૧૧।।