ઊંચા ઊંચા રે દાદા ગઢડાં ચણાવો,
તે પે ઊંચેરા ગઢના કાંગરા.
કાંગરે ચડીને બેની રેખાબા જુવે,
કેટલેક આવે વરરાજિયો.
પાંચસે પાળા રે દાદા છસેં ચડિયાત,
ઘોડાની ઘૂમસે વરરાજિયો.
કોઠિયુંના ઘઉં રે ઘેડી તારી જાને ખૂટવાડ્યા,
તોય ન રીઝયો વરરાજિયો.
ગૌરીના ઘી રે ઘેડી તારી જાને ખૂટવાડ્યા,
તોય ન રીઝયો વરરાજિયો.
જોટયુંના દૂધ રે ઘેડી તારી જાને ખૂટવાડયા,
તોય ન રીઝયો વરરાજિયો.
નદીયુંના નીર રે ઘેડી તારી જાને ખૂટવાડયા,
તોય ન રીઝયો વરરાજિયો.
હાથપગ ધોઈને દાદે રેખાબા દીધા,
ધમકે રીઝયો રે વરરાજિયો.