પારસી તીર્થધામોમાં ઉદવાડા અને સંજાણમાં છે. વલસાડમાં પારડી તાલુકાના ઉદવાડા ગામમાં પારસીઓનો પવિત્ર આતશ બહેરામ સદીઓથી અખંડ પ્રજવલિત રહ્યો છે. જરથોસ્તી-પારસી યાત્રાળુ માટે આ સૌથી પવિત્ર યાત્રાધામ છે. નવસારીમાં પણ પવિત્ર આતશ બહેરામ ઉપરાંત પાંચ પારસી અગિયારીઓ છે. ઈરાન છોડીને ભારત આવી પારસીઓ સંજાણના રાજાનો આશ્રય મેળવી રહ્યા એટલે આ સ્થળનું ધાર્મિક મહત્વ છે. સંજાણ ઉમરગામ તાલકામાં છે.