ઇશ્વાશુવંશ ની નામાવલી
પ્રથમ સૃષ્ટિના આદિમાં અવ્યકત બ્રહ્મથી શાશ્વત,નિત્ય તથા અવ્યય એવા બ્રહ્મદેવ ઉત્પન્ન થયા
એ બ્રહ્મદેવથી મરિચિ ઋષિ ઉત્પન્ન થયા
મરિચિના પુત્ર કશ્યપ
કશ્યપ પુત્ર સૂર્ય
સૂર્યથી પ્રજાપતી વૈવસ્વત મનુ
વૈવસ્વત મનુથી ઇશ્વાકુ ઉત્પન્ન થયા જે અયોધ્યામાં પહેલા રાજકર્તા થયા
ઇશ્વાકુનો પુત્ર કૃક્ષિ
કૃક્ષિનિ પુત્ર વિકૃક્ષિ
વિકૃક્ષિનો પુત્ર બાણ(મહાતેજસ્વી બાણાવલી)
બાણનો પુત્ર મહાસમર્થ અનરણ્ય
અનરણ્યનો પુત્ર થૃયુ
થૃયુનો પુત્ર ત્રિશંકુ
ત્રિશંકુનો પુત્ર ધંધુમાર
ધંધુમારનો પુત્ર યુવાનાશ્વ
યુવાનાશ્વનો પુત્ર માંધાતા
માંધાતાનો પુત્ર સુસંધિ
સુસંધિના બે પુત્રો થયા
સુસંધિના બે પુત્રો(૧)ધ્રુવસંધિ(૨)પ્રસેનજિત
ધ્રુવસંધિનો પુત્ર અસિત
અસિતનો પુત્ર સગર
સગરનો પુત્ર અસમંજ
અસમંજનો પુત્ર અંશુમાન
અંશુમાનનો પુત્ર દિલીપ
દિલીપનિ પુત્ર ભગીરથ
ભગીરથનો પુત્ર કકુત્સ્થ
કકુત્સ્થનો પુત્ર રધુ
રધુનો પુત્ર પ્રવૃધ્ધ
પ્રવૃધ્ધનો પુત્ર શંખણ
શંખણનો પુત્ર સુદર્શન
સુદર્શનનો પુત્ર અગ્નિવર્ણ
અગ્નિવર્ણનો પુત્ર મરુ
મરુનો પુત્ર પ્રશુશ્રક
પ્રશુશ્રકનો પુત્ર અંબરીક
અંબરીકનો પુત્ર નહુષ
નહુષનો પુત્ર યયાતિ
યયાતિનો પુત્ર નાભાગ
નાભાગનો પુત્ર અજ
અજનો પુત્ર દશરથ
દશરથના ચાર પુત્રો (૧) રામ (૨)લક્ષ્મણ (૩)ભરત (૪)શત્રુજ્ઞ
રામના બે પુત્રો
(૧)લવ(૨)કુશ
ભરતના બે પુત્રો
(૧)તક્ષ(૨)પુષ્કલ
લક્ષ્મણના બે પુત્રો
(૧)અંગદ(૨)ચંદ્રકેતુ
શર્તુજ્ઞના બે પુત્રો
(૧)સુબાહુ(૨)શત્રધાતી
કોશલપ્રદેશમાં કુશને રાજયાભિષેક.
ઊત્તરપ્રદેશમાં લવને રાજયાભિષેક.
તક્ષશિલાનગરીમાં તક્ષનો રાજયાભિષેક.
પુષ્કલાવલીનગરીમાં પુષ્કલનો રાજયાભિષેક.
અંગદને અંગદિયાપુરીનો રાજયાભિષેક.
ચંદ્રકાંતપુરીમાં ચંદ્રકેતુનો રાજયાભિષેક.
મથુરામાં સુબાહુનો રાજયાભિષેક.
વિદિશામાં શત્રધાતીનો રાજયાભિષેક.
કુશ માટે વિધ્ય પર્વતની તળેટીમાં કુશાવતીનગરી વસાવી.
લવ માટે શ્રાવસ્તી નામની નગરી વસાવી.