આ જગતમાં કઈ રીતે રહેવું?
* બાહ્યભાવથી જગત સાથે સંબંધ રાખવો.
* અંતરભાવથી ભગવાન સાથે અનુસંધાન રાખવું.
* બહારથી સક્રિય, અંદરથી નિષ્ક્રિય.
* ડાબે હાથે જગતના કામ કરવાં,જમણો હાથ હરિને સોંપવો.
* જળકમળવ્રત.
* જળમાં નૌકા રહે છે તે રીતે.જલ ઉપર નાવડી હોય છે.નાવમાં જળ હોતું નથી.તેવી જ રીટે સાધક સંસારમાં રહે તેથી નુકશાન નથી,પણ સાધકના હ્રદયમાં સંસાર રહેવા માંડે ત્યારે જીવનનૌકા હાલમડોલમ થવા માંડે.
* જળકમળવ્રત,અલિપ્તનાસક્ત ભાવથી.
* લોકગીતામાં કહ્યુ છે તેમ-
સંસારથી સરસો કહે,મન મારી પાસ,
સંસારથી લોપાય નહી,જાણે મારો દાસ.
* આપણે દેણદાર છીએ અને જગત લેણદાર છે એવી સમજણ કેળવીને રહેવું.