એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને…
એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને કહ્યું કે તેને વાંદરાઓ
પકડવા છે. પ્રત્યેક વાંદરા પાછળ તે ગામવાસીઓને ૧૦ રૂપિયા આપશે. ગામવાળા
તો ખુશ થઇ ગયા અને નજીકના જંગલમાં જઈને વાંદરાઓ પકડવા લાગ્યા.
વાંદરા પકડવા માટે ગામવાળાઓમાં તો જાણે સ્પર્ધા જ જામી ગયી. દરેક જણ
વાંદરાઓ પકડતા અને તે માણસ દરેક વાંદરા પાછળ ૧૦ રૂપિયા આપતો. અમુક દિવસ
પછી ગામવાસીઓને ઓછા વાંદરા મળવા લાગ્યા ત્યારે પેલા માણસે ગામવાસીઓને
કીધુ કે હવે તે એક વાંદરા પાછળ વીસ રૂપિયા આપશે. ગામવાસીઓ બાજુના
જંગલમાંથી વાંદરાઓ લાવ્યા અને પ્રત્યેક વાંદરા પાછળ વીસ રૂપિયા વસુલ કર્યા.